ગુજરાતમાં ભરઉનાળે ગરમી વચ્ચે હવામાનમાં પલટવાની શક્યતા
copy image

ગુજરાતમાં ભરઉનાળે ગરમી વચ્ચે હવામાનમાં પલટવાની શક્યતા છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ કે આવતીકાલે 7 એપ્રિલના રોજ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે પવન કમોસમી વરસાદ પળવાની આશંકા છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ , સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટાંની સંભાવના છે.વધુમાં વરસાદ દરમિયાન 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકા-ભડાકા થવાની પણ શક્યતા છે આ કમોસમી ફેરફારથી ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે .