અદાણી ફાઉ.નું ‘મિશન હેલ્થ’: છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ સારવારનો ઉપહાર વિશ્વ આરોગ્ય દિવસે વિનામૂલ્યે તબીબી શિબિરોનું આયોજન

અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત મોબાઈલ હેલ્થ કેર યુનિટ્સ (MHCU) આધુનિક તબીબી વિજ્ઞાનને સીધું માછીમારો અને ગ્રામીણ પરિવારોના ઘર સુધી પહોંચાડે છે. અત્યાર સુધીમાં ૧૬,૨૨૬ થી વધુ લોકોએ આ ‘ચાલતા દવાખાના’ દ્વારા સ્થળ પર જ નિદાન અને સારવારનો લાભ લીધો છે.
મુંદ્રા અને માંડવીના ૭ ગામોમાં રૂરલ ક્લિનિક્સ ખાતે ૧૩,૬૪૦ દર્દીઓને પ્રાથમિક સારવાર આપી
મુંદ્રાના ૭ PHC અને ૪૨ સબ-સેન્ટરોને તબીબી સાધનો પૂરા પાડીને સરકારી આરોગ્ય માળખાને વધુ કાર્યક્ષમ બનાવ્યું
મુંદરા, 06 એપ્રિલ 2026: દર વર્ષે 7 એપ્રિલના રોજ વિશ્વભરમાં ‘વર્લ્ડ હેલ્થ ડે’ની ઉજવણી કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રત્યેક વ્યક્તિને ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવાનો છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા આ નિમિત્તે મુંદ્રા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં સ્વાસ્થ્ય જાગૃતિ અને સેવાના ઉમદા હેતુથી ‘તબીબી શિબિરો’ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાતો વિનામૂલ્યે હેલ્થ ચેક-અપ, નિદાન, નિઃશુલ્ક દવાઓનું વિતરણ તેમજ ગંભીર દર્દીઓને વધુ સારવાર્થે રિફર કરવામાં આવશે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના ‘યુનિવર્સલ હેલ્થ કવરેજ’ના સ્વપ્નને મુંદ્રામાં સાકાર કરવા માટે અદાણી ફાઉન્ડેશને એક મજબૂત માળખું તૈયાર કર્યું છે. ફાઉન્ડેશન દ્વારા સંચાલિત મોબાઈલ હેલ્થ કેર યુનિટ્સ (MHCU) આધુનિક તબીબી વિજ્ઞાનને સીધું માછીમારો અને ગ્રામીણ પરિવારોના ઘર સુધી પહોંચાડે છે. અત્યાર સુધીમાં ૧૬,૨૨૬ થી વધુ લોકોએ આ ‘ચાલતા દવાખાના દ્વારા સ્થળ પર જ નિદાન અને સારવારનો લાભલીધો છે.
અદાણી ફાઉન્ડેશનની આરોગ્ય સેવાઓ પર એક નજર કરીએ તો, મુંદ્રા અને માંડવીના ૭ગામોમાં રૂરલ ક્લિનિક્સ ખાતે ૧૩,૬૪૦ દર્દીઓને પ્રાથમિક સારવાર આપી મોટી હોસ્પિટલો સુધીના જતા બચાવ્યા છે. મુંદ્રા ખાતે ૧૦૦ બેડની અદાણી હોસ્પિટલ ૪૫,૦૦૦ થી વધુ લાભાર્થીઓ માટે આધુનિક સારવારનું વિશ્વાસપાત્ર કેન્દ્ર બની છે. તાજેતરમાં મોતિયા મુક્ત અભિયાન થકી ૨૭૬ વડીલોને દ્રષ્ટિદાન આપી તેમના જીવનમાં ફરી પ્રકાશ પાથર્યો છે.
વિશ્વ આરોગ્ય દિવસ એ સ્વાસ્થ્ય વિશે સામુહિક જવાબદારીનો દિવસ છે. અદાણી ફાઉન્ડેશને મુંદ્રાના ૭ PHC અને ૪૨ સબ-સેન્ટરોને તબીબી સાધનો પૂરા પાડીને સરકારી
Foundation
આરોગ્ય માળખાને વધુ કાર્યક્ષમ બનાવ્યું છે, જેનાથી દર મહિને હજારો દર્દીઓ લાભાન્વિત થાય છે.
આજે જ્યારે વિશ્વમાં ‘સૌ માટે આરોગ્ય’ (Health For All) ની ચર્ચા થાય છે, ત્યારે અદાણી ફાઉન્ડેશન મુંદ્રાના રણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આ મિશનને જમીની સ્તરે જીવી રહ્યું છે. ‘ગ્રોથ વિથ ગુડનેસ’ના મંત્ર સાથે ફાઉન્ડેશને સાબિત કર્યુ છે કે સાચી પ્રગતિ તો ત્યારે જ ગણાય જ્યારે સમાજનો છેલ્લો માણસ સ્વસ્થ અને સુરક્ષિત હોય.
‘वर्ल्ड हेल्थ डे’नी वर्ष 2026 माटेनी थीम “Together for health. Stand with science.” વિજ્ઞાન અને સહયોગ દ્વારા મજબૂત આરોગ્ય પ્રણાલીના વૈશ્વિક લક્ષ્યને અદાણી ફાઉન્ડેશન સાચા અર્થમાં સાર્થક કરી રહ્યું છે.