ફેસબુકમાં ખોટી આઇ.ડી. બનાવી તેમાં એક લાખ કા પાંચ લાખ કરનારને lcb ટીમે દબોચી લીધો

“ફેસબુકમાં ખોટી આઇ.ડી. બનાવી તેમાં એક લાખ કા પાંચ લાખ રૂપીયા હેન્ડ ટુ હેન્ડ નકલી નોટો આપવાની તથા સસ્તા સોનાના બિસ્કીટ આપવાની લોભામણી જાહેરાતો વાળા ફોટા તથા વીડીઓ બનાવી પોસ્ટ કરી લોકો સાથે છેતરપીંડી કરવાની કોશિષ કરતા ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ સસ્તા સોનાની લાલચ આપતી ગેંગો તથા એકના ડબલ કરી આપવાના ઇરાદાથી લોકો સાથે છેતરપીંડી કરતા ઇસમોને પકડી તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ જિલ્લામાં અમુક ઇસમો દ્વારા સોશ્યલ મીડીયામાં ખોટી આઇ.ડી. બનાવી તેના મારફતે સોશ્યલ મીડીયામાં નકલી ભારતીય ચલણી નોટોના વીડીયો બનાવી વાયરલ કરી લોકો સાથે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઇ તેઓની સાથે છેતરપીંડી કરતા ઇસમોને પકડી આવા ગુનાઓ બનતા અટકાવવા માટે તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય. જે સુચના મુજબ એ.એસ.આઇ. નિલેશભાઇ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, ધર્મેદ્રભાઇ રાવલ તથા જીવરાજભાઇ ગઢવીનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન લેકવ્યુ હોટેલ ત્રણ રસ્તા પાસે પહોંચતા નિલેશભાઇ ભટ્ટ તથા જીવરાજભાઇ ગઢવીનાઓને ખાનગી અને સયુંકત રાહે બાતમી હકીકત મળેલ કે, “મોસીમ કરીમ સુમરા રહે. સંજોગનગર એકતા કેબલની સામે, ભુજ વાળો હાલે પાટવાડી નાકા ચાર રસ્તા પાસે હાજર છે અને પોતાના કબ્જામાં રહેલ મોબાઇલ ફોનમાં સોસીયલ મીડીયામાં ખોટી/બનાવટી આઇ.ડી. બનાવી અને તેમા ભારતીય ચલણી નોટો એક કા ડબલ આપવાની જાહેરાત પોસ્ટ કરી લોકો સાથે છેતરપીંડી કરવાની કોશિશ ચાલુમાં હોય, અને તેના વિશ્વાસમાં આવેલ લોકો પાસેથી નાણાં પડાવી આર્થિક લાભ મેળવે છે તેમજ મેળવવાનો પ્રયાસ કરી રહેલ છે અને જેને શરીરે હાલે બ્લુ તથા વાઇટ તથા પિન્ક રંગનુ ચેક્સ વાળુ શર્ટ તથા જીન્સ પેન્ટ પેહરેલ છે.* જે મળેલ હકીકત આધારે તપાસ કરતા મોસીમ કરીમ સુમરા ઉ.વ.૨૨ રહે.સંજોગનગર એકતાકેબલની સામે, ભુજવાળો મળી આવેલ અને તેની પાસેથી મળી આવેલ મોબાઇલમાં “Hardik patel” નામની ફેસબુક આઇ.ડી. ચાલુ હોય અને તે આઈ.ડી.માં એક લાખ કા પાંચ લાખ હેન્ડ ટુ હેન્ડ વિગેરે મુજબનુ લખેલ હોય અને સોનાના બિસ્કિટના ફોટા મુકેલ હોય તથા બીજી અલગ અલગ જાહેરાત બનાવી છેતરપીડી કરવાના ઇરાદે શેર કરેલ. જે બાબતે પુછતા મજકુર ઇસમએ જણાવેલ કે, હુ સામાવાળા લોકોને વિશ્વાસમાં લઇ છેતરપીડી કરવાના ઇરાદે ફેસબુકમાં એક લાખના બદલામાં રૂપીયા પાંચ લાખ ડુપ્લીકેટ ભારતીય ચલણી નોટો આપવાના તથા સસ્તા ભાવે સોનાના બિસ્કીટ આપવાના વિડીયાઓ બનાવી તેમા

પોસ્ટ કરી વીડીયાઓ મારફતે વિવિધ લોકો સાથે સંપર્ક કેળવી લાભ મેળવવાના બહાને વિશ્વાસમાં લઇ લોકો પાસેથી પૈસા લઇ છેતરપીંડી કરતા હોવાની હકીકત જણાવેલ. જેથી મજકુર ઇસમ વિરૂધ્ધમાં ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૩૭૭/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૧૮(૪),૩૧૯(૨),૬૨ મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ ઇસમ :મોસીમ કરીમ સુમરા ઉ.વ.૨૨ રહે. સંજોગનગર એક્તાકેબલની સામે, ભુજ

  • કબ્જે કરેલ મુદ્દામાલ

મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂા. ૫,૦૦૦/-