નખત્રાણાના દેવપર (યક્ષ)થી અધોછની રોડની કામગીરી શરૂ કરતા પહેલા કોન્ટ્રાક્ટરની લાપરવાહી ના આક્ષેપ..?

નખત્રાણા તાલુકાના દેવપર (યક્ષ)ગામ થી અધોછની ગામ સુધી રોડ બનવા જઈ રહ્યુ છે. જેમાં રાબડીયા કોન્ટ્રાકશન કમ્પની દ્વારા રોડના પુલીયા બનાવવાની કામગીરીમાં લા પરવાહી અને બેદરકારી જોવા મળી છે. આ અંગે માહિતી આપતા ગામના જવાબદાર વ્યક્તિ અને શ્રી આણંદસર ગ્રામ પંચાયતના ચેરમેન કરસનભાઈ સીજુ એ જણાવ્યું છે. કે તેઓએ તે સ્થળની મુલાકાત લીધી અને કોન્ટ્રાક્ટરના જવાબદાર વ્યક્તિ સુપરવાઈઝર ને પૂછ પરછ કરી કે આ રસ્તામાં આવતા પુલ બનાવા માટે જે ખોદ કામ કરેલ છે. ત્યાં રોડ પર કામ ચાલુ છે. તે અંગેનું ચેતવણી દર્શાવતું નિશાન કે કોઈ પણ જાતનું સૂચના બોર્ડ મુકેલ નથી તો તે અંગે સ્થળ પરના જવાબદાર સુપરવાઈઝર કહેલ કે આમજ બધે ચાલે છે. એવું ઉડતો જવાબ આપવામાં આવેલ ત્યારે હવે વિચારવાનું એ રહ્યું જે આ રસ્તો કેવો અને કેવી.? ગુણવત્તા વાળો બનાવવામાં આવશે તે જોવાનું રહ્યું