આજે 9 એપ્રિલ એટલે કે “શૌર્ય દિવસ”: CRPFના મુઠ્ઠીભર જવાનોએ પાકિસ્તાનની આખી બ્રિગેડને પછડાટ આપી
copy image

૯ એપ્રિલ ૧૯૬૫ ના રોજ કચ્છના રણના સરદાર પોસ્ટ પર બનેલી એ ઐતિહાસિક અને ગૌરવશાળી ઘટનાની વાતની વાત કરીએ તો ભારતીય સૈન્યના ઈતિહાસમાં આ દિવસને ‘શૌર્ય દિવસ’ (Valour Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે પાકિસ્તાન આર્મીની એક આખી બ્રિગેડે જેમાં આશરે ૩૫૦૦ જેટલા સૈનિકો હતા જે અચાનક ગુજરાતના કચ્છ સરહદે આવેલી ‘સરદાર પોસ્ટ’ પર હુમલો કર્યો હતો. તેની સામે CRPF ની માત્ર બે કંપનીના મુઠ્ઠીભર જવાનો (આશરે ૧૫૦) તૈનાત હતા.પરંતુ સાધનો અને સંખ્યાબળ ઓછું હોવા છતાં, CRPF ના જવાનોએ અદભૂત લડત આપી હતી:પાકિસ્તાની સેનાના ૩૪ સૈનિકોને ઠાર કર્યા હતા અને ૪ ને જીવતા પકડ્યા હતા.ભારે નુકસાન થવાને કારણે પાકિસ્તાની બ્રિગેડે પીછેહઠ કરવી પડી હતી.આ જંગમાં CRPF ના ૬ બહાદુર જવાનો શહીદ થયા હતા. સૈન્ય ઈતિહાસમાં આ એક દુર્લભ અને અનોખી ઘટના છે, જેમાં કોઈ પેરામિલિટરી ફોર્સે (અર્ધલશ્કરી દળ) દુશ્મન દેશની નિયમિત સેનાને ધૂળ ચટાડી હોય. આ અપ્રતિમ વીરતાની યાદમાં જ દર વર્ષે ૯ એપ્રિલને ‘શૌર્ય દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. આજે ૬૧ વર્ષ બાદ પણ આ ઘટના દરેક ભારતીય માટે પ્રેરણારૂપ છે. ભારત માતાના એ વીર સપૂતોને કોટિ-કોટિ વંદન