આખરે મલ્લિકાર્જુન ખડગેએ માફી માગી
copy image

કેરળમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન ગુજરાતી લોકો પર કરેલી ટિપ્પણીથી વકરેલા વિવાદ વચ્ચે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે એ નિવેદન બદલ માફી માગી હતી. પ્રાપ્ત થતી માહિતી અનુસાર કેરળમાં ગુજરાતીઓને `અભણ’ કેહનાર ખડગેએ કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પર મારાં નિવેદનને ઈરાદાપૂર્વક ખોટી રીતે રજૂ કરાયું હતું. છતાં મારા શબ્દો બદલ ખેદ વ્યક્ત કરું છું. “ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં હંમેશાં સર્વોચ્ય સન્માન રહ્યું છે અને હંમેશાં રહેશે”. ગુજરાતીઓની ભાવનાને ઠેંસ પહોંચાડવાનો કદી હેતુ ન હતો , તેવું ખડગેએ બતાવ્યું હતું.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જણાવ્યું હતું કે, ખડગેએ માફી માગવી જોઈએ. તેમણે સાડા છ કરોડ ગુજરાતીનું અપમાન કર્યું છે.