ઇરાનમાં વસતા ભારતીયોને ઈરાન છોડવાની સલાહ અપાઈ

copy image

copy image

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ બાદ તહેરાનમાં ભારતીય દૂતાવાસે એક નવી માર્ગદર્શિકા જારી કરીને ઈરાનમાં વસતા ભારતીયોને વહેલામાં વહેલીતકે ઈરાન છોડવાની સલાહ અપાઈ હતી. પ્રાપ્ત થતી માહિતીને અનુસંધાને સૂચનામાં જણાવામાં  આવ્યું છે કે, વર્તમાન ઘટનાક્રમોને ધ્યાને લેતા ઈરાનમાં મોજૂદ ભારતીય નાગરિકોને સખત સલાહ અપાઈ છે કે, દૂતાવાસ તરફથી સૂચવવામાં આવતાં નિર્ધારિત માર્ગેથી જલ્દી ઈરાનની બહાર નીકળી જાય.ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહીને તેની સલાહ અને સંકલનમાં જ કોઈપણ આંતરરાષ્ટ્રીય જમીની સીમા તરફ જવાનું રહેશે.