બેન્ટેનાઇટનું ખનન કરતા એસ્કેવેટર મશીન પકડી કાયદેસરની કાર્યવાહી કરતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સુચના આપેલ.

જે સુચના અનુશંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવી, લીલાભાઇ દેસાઇ તથા રાજેશભાઇ ગઢવીનાઓ ગઢશીશા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, ‘વાંઢ ગામની સીમ સર્વે નં.૪૧૮ પૈકીની જમીનના લીઝ ધારક વંદનાબેન એલ. કારણીની લીઝ હેક્ટર ૧-૭૦-૦૦ વાળીમાં હાલે બેન્ટોનાઇટ માટી (ખનીજ)નો ખોદકામ ચાલુમાં છે અને સદર બેન્ટોનાઇટ ખનીજ લીજ બહાર સંગ્રહ કરે છે.” જે હકીકત આધારે તપાસ કરતા એક એસ્કેવેટર મશીન વડે ખાણકામ ચાલુમાં જોવામાં આવેલ અને લીઝ ધારકના પ્રતિનિધી જગદીશભાઇ નરસિંહભાઈ પટેલ રહે.-મુંદરા વાળા હાજર મળી આવતા ખાણ ખનીજ વિભાગ ભુજ નાઓને ટેલીફોનીક સંપર્ક સાધી સ્થળ તપાસણી કરવા સારૂ બોલાવેલ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીશ્રી દ્વારા આ ખોદકામ શંકાસ્પદ કરેલ હોવાનું જણાવેલ જેથી ઉપરોક્ત વાહન સ્થાનીકે સીઝ કરી ગેરકાયદેસર રીતે થયેલ ખનીજના ખોદકામ બાબતે કાયદેસરની કાર્યવાહી માટે તજવીજ કરવામાં આવેલ છે.

  • સીઝ કરેલ મુદ્દામાલ

એસ્કેવેટર મશીન જેની કિં.રૂ.૫૦,૦૦,000/-