આધાર પુરાવા વગરના તાંબા તથા એલ્યુમીનીયમના વાયરો સાથે એક ઇસમને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સુચના મુજબ એ.એસ.આઇ. નિલેશભાઇ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ, શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ ગઢવીનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં આધુનીક કીટ સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફરતા-ફરતા નળ સર્કલ પાસે આવતા ધર્મેદ્રભાઇ રાવલનાઓને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, ઇમરાન ઉર્ફે મીઠુ જુસબ ગગડા રહે દાદુપીર રોડ ભુજ વાળો હાલે તે જી.આઇ.ડી.સી. ની પાછળના ભાગે આવેલ તેના કબ્જા ભોગવટાના ઝુપડામાં બહારથી કેબલ વાયરોની ચોરી કરી લાવેલ છે અને આ કેબલ વાયરોનો જથ્થો પોતાના ઝુપડાના પાછળના ભાગે ખુલ્લામાં સંતાડી રાખેલ છે અને હાલે તે વેચવાની ફીરાકમાં છે.” જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા બાતમી મુજબના મકાન પાસે જતા ઝુપડાની બાજુમાં ઉપરોક્ત બાતમી વાળો ઇસમ હાજર જોવામાં આવેલ તથા બાતમી મુજબ ઝુપડાના પાછળના ભાગે તપાસ કરતા અલગ અલગ કોથળમાં તાંબા તથા એલ્યુમીનીયમના વાયરોના ટુકડાઓ પડેલ હોઇ. જે બાબતે મજકુર ઇસમ પાસે રહેલ વાયરો બાબતે કોઇ આધાર પુરાવા કે બીલ બાબતે પુછતા નહી હોવાની હકીકત જણાવેલ. જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમોને બી.એન.એસ.એસ. કલમ-૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

: કબ્જે કરેલ મુદ્દામાલ

  • તાંબા તથા એલ્યુમીનીયમના ભંગરના વાયરો વજન આશરે ૧૨૦ કી.ગ્રા. કિં.રૂ. ૨૪,૦૦૦/-

: પકડાયેલ ઇસમો

  • ઇમરાન ઉર્ફે મીઠુ જુસબ ગગડા ઉ.વ. ૩૦ રહે દાદુપીર રોડ ભુતેશ્વર મંદીરની બાજુમાં ભુજ