માંડવીના આઝાદચોકમાં એક શખ્સને માર મારવાનો વીડિયો વાયરલ થતાં ત્રણ વિરુદ્ધ ફરિયાદ

markut

copy image

copy image

માંડવીના આઝાદચોકમાં રાતે એક શખ્સને અમાનુષી રીતે ધોકા વડે માર મારવાનો વીડિયો વાયરલ થતાં પોલીસે ફરિયાદી બની ત્રણ અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસંધાને માંડવી પોલીસે નોંધેલી ફરિયાદ અનુસાર સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મમાં એક અજાણ્યા શખ્સને લાકડાના ધોકા વડે માર મારી તથા ગાળો ભણતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ચાર ઇસમ દેખાય છે. જેના કપડાંના વર્ણન સહિતની વિગતો ફરિયાદમાં દાખલ છે. એક ઇસમ `ખડા રહે સીધા વરના મારું’ તેવી વાત કરી અન્યએ ધોકો મારી દીધા બાદ સૂવડાવી ધોકા વડે અમાનુષી માર મારતાં એક ધોકો તૂટી ગયા પછી બીજા લાકડાંના ધોકાથી મારતા જોવા મળે છે. આ બનાવ માંડવીના આઝાદ ચોકમાં રાત્રિ દરમ્યાન બન્યાનું જણાયું છે. પોલીસે અજાણ્યા ત્રણ સામે ગુનો નોંધી આગળની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.