રાજસ્થાનના જ્વેલર્સ સાથે 61 લાખની ઠગાઇ ભુજના બે શખ્સ વિરુદ્ધ ફરિયાદ

copy image

copy image

દોઢ વર્ષ પૂર્વેની છેતરપિંડીનો ગુનો દાખલ થયો છે, જેમાં રાજસ્થાનના જ્વેલર્સ સાથે 61 લાખની ઠગાઇ ભુજના બે શખ્સે કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. સૂત્રો દ્વારા  પ્રાપ્ત થતી માહિતી અનુસંધાને આ બનાવ અંગે એ-ડિવિઝન પોલીસ મથકે રાજસ્થાન જોધપુરમાં ભારતમાલા જ્વેલર્સ નામની દુકાનમાં સોનાં-ચાંદીના દાગીનાનો વેપાર કરતા હીરાલાલ ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર આજથી દોઢેક વર્ષ પહેલા ફેસબુકમાં રાહુલ સોની નામની આઇ.ડી. પર વિવિધ દેશોનાં સોનાંનાં બિસ્કિટો વેચાણની પોસ્ટ હતી જેમાંના મોબાઇલથી સંપર્ક કરતા પોતાનું નામ રાહુલ સોની હોવાનું જણાવી પોતે દુબઇથી ઇમ્પોર્ટેડ ગોલ્ડ બિસ્કિટનો બિઝનેસ કરતો હોવાનું અને કસ્ટમ ડિપાર્ટમેન્ટ સાથે સેટિંગ છે તેવું કહી તે બજારભાવ કરતાં 10 ટકા સસ્તાં ભાવે આપે છે.  આ સસ્તાં સોનાંની જાળમાં ફસાવી ભુજ બોલાવીને તેના અંકલ સાથે બેઠક કરાવીને એક સોનાંનું સાચું બિસ્કિટ લલચાવાના ઇરાદાથી બતાવી 10 ટકા ઓછા ભાવે રૂા. સાત લાખમાં આપવાનું જણાવી ફરિયાદી પાસેથી અલગ-અલગ સમયે કુલે રૂા. 75,00,000 મેળવી ફરિયાદીને બે સાચા સોનાંનાં બિસ્કિટ જેની કિં. રૂા. 14 લાખવાળાં આપી બાકીના રૂા. 61 લાખ રૂપિયા કે તે રૂપિયાનું સોનું ફરિયાદીને ન આપતાં તેને તપાસ કરાવતાં રાહુલ સોનીવાળા વ્યક્તિનું સાચું નામ અલ્તાફ હુસેન જત અને તેના અંકલનું નામ હાજી વલીમામદ કકલ હોવાનું સામે આવતા એલસીબીનો સંપર્ક કરતાં બંને વિરુદ્ધ પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે.