હાજીપીર દર્શન કરીને પોતાનાં વતન પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત

રોઝુ પાટિયા પાસે ગાડી અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ગાડીમાં બેઠેલા ચાર લોકોના મૃત્યુ થતાં ચકચાર મચી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ ઘટનામાં અન્ય ત્રણ જણને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. રોઝુ પાટિયા પાસે સાંજે સાત વાગ્યાના સમયાંતરે મારુતિ અલ્ટો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પોલીસે પ્રાથમિક તપાસને ટાંકીને જણાવ્યું હતું કે, અલ્ટો ગાડીમાં બેઠેલો પરિવાર હાજીપીર દર્શન કરીને પોતાનાં વતન પરત ફરી રહ્યો હતો તે દરમ્યાન તેમને અકસ્માત નડયો હતો. આ ઘટનામાં અલ્ટો ગાડી કોઈ પ્રકારે સાંતલપુરથી ગાંધીધામ તરફ આવતી ટ્રકમાં અથડાઈ હોવાની વિગતો સામે આવી હતી.