ભુજના માધાપરમાં જાહેરમાં જુગાર રમતા ગાંધીધામના ત્રણ મહિલા સહિત પાંચ જુગારીને પોલીસે સકંજામાં લીધા

jugar

copy image

copy image

ભુજના માધાપરની હોટેલ કચ્છ એલીગન્સનાં પાર્કિંગમાં ગંજીપાના વડે હાર જીતનો  જુગાર રમતા ગાંધીધામના ત્રણ મહિલા સહિત પાંચ જુગારીને પોલીસે સકંજામાં `લીધા હતા. પ્રાપ્ત થતી વિગતો અનુસાર માધાપર પોલીસે ધોરીમાર્ગ પર આવેલી હોટેલ કચ્છ એલીગન્સનાં પાર્કિંગમાં ડિઝાયર કારમાં  જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ જુગારીને  રોકડા રૂા. 34,740 તથા પાંચ લાખની કારના મુદ્દામાલ સાથે માધાપર પોલીસે દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.