રશિયા એ ભારતસહિત દક્ષિણ એશિયાના દેશોને 40% જેટલા મોટા ડિસ્કાઉન્ટ
copy image

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને તેના કારણે સર્જાયેલા વૈશ્વિક ઉર્જા સંકટનો લાભ લેવા રશિયા એ ભારતસહિત દક્ષિણ એશિયાના દેશોને 40% જેટલા મોટા ડિસ્કાઉન્ટ પર લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) વેચવાની ઓફર કરી છે રશિયાની ઓફર અને વ્યૂહરચના મોટું ડિસ્કાઉન્ટ: રશિયા તેના પ્રતિબંધિત પ્રોજેક્ટ્સ (જેમ કે આર્કટિક LNG 2) માંથી ગેસ સપ્લાય કરવા માટે હાજર બજાર (Spot Market) ના ભાવ કરતા 40% ઓછી કિંમતની ઓફર કરી રહ્યું છે.ઓરિજિન છુપાવવાની ઓફર: રશિયા આ ગેસ વેચવા માટે ચીન અને રશિયા સ્થિત મધ્યસ્થી કંપનીઓનો ઉપયોગ કરી રહ્યું છે. આ કંપનીઓ એવા દસ્તાવેજો પણ આપી શકે છે જેમાં ગેસ રશિયાનો નહીં પણ ઓમાન કે નાઈજીરીયા જેવો અન્ય દેશોનો હોવાનું દર્શાવવામાં આવે. મિડલ ઈસ્ટ યુદ્ધની અસર કતારનો સપ્લાય ખોરવાયો: યુદ્ધના કારણે કતારના મુખ્ય નિકાસ પ્લાન્ટ્સ પર હુમલા અને હોર્મુઝની ખાડી બંધ થવાને લીધે વિશ્વના કુલ ગેસ પુરવઠાનો લગભગ 20% હિસ્સો ખોરવાઈ ગયો છે.ભાવમાં ઉછાળો: સપ્લાય ખોરવાતા એશિયામાં ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે, જેના કારણે ભારત અને બાંગ્લાદેશ જેવા દેશોને મોંઘા ભાવે ગેસ ખરીદવાની ફરજ પડી રહી છે.ભારત માટે સ્થિત દ્વિધાભરી સ્થિતિ: ભારત માટે એક બાજુ સસ્તો રશિયન ગેસ ઊર્જા સુરક્ષા પૂરી પાડી શકે તેમ છે, પરંતુ બીજી બાજુ અમેરિકી પ્રતિબંધોના જોખમને કારણે સરકાર સાવધ છે.વૈકલ્પિક માર્ગ: જો મિડલ ઈસ્ટમાં તણાવ લાંબો સમય ચાલશે, તો દક્ષિણ એશિયાના દેશો પાસે રશિયાની આ સસ્તી ઓફર સ્વીકારવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહીં રહે તેવું નિષ્ણાતો માની રહ્યા છે.