મુંદરામાં જવેલર્સની દુકાનમાં ફાયરીંગ કરી લુંટના ગંભીર ગુન્હાને અંજામ આપી બહારના રાજ્યમાં નાશી ગયેલ આરોપીને ઉતરપ્રદેશ રાજ્યમાંથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ,ભુજ

બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરીના ક્રમાંક નં.જી-૧/ક્રાઇમ-૨ નાસતા ફરતા આરોપીઓ/૨૦૫/૨૦૨૬, તા.૦૬/૦૪/૨૦૨૬ વાળા આધારે પેરોલ, ફર્લો, વચગાળા જામીન ફરારી, જેલ ફરારી તથા ભુતકાળમાં નોંધાયેલ ખુન, ખુનની કોશીષ, લુંટ-ધાડ, પોક્સો-બળાત્કાર, અપહરણ તથા પોલીસ પર થયેલ હુમલા જેવા ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે ખાસ સુચના આપેલ હોય.
જે સુચના અનુસંધાને પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એલ.વાઘેલાનાઓના સાથે પો.હેડ.કોન્સ. કનકસિંહ ગોહિલ તથા ભુપેન્દ્રસિંહ ઝાલા તથા ડ્રા.પો.હેડ.કોન્સ સુરેશભાઇ ચૌધરીનાઓ સાથે અત્રેના જિલ્લાના મુંદરા પો.સ્ટે. ગુ.ર.નં.૧૮૭/૨૦૨૬ BNS કલમ ૩૦૯(૬) મુજબ મુંદરા જવેલર્સની દુકાનમાં થયેલ લુંટના ગુના કામે તથા નાસતા કરતા આરોપીની તપાસ કામે ઉતરપ્રદેશ રાજ્યમાં હાજર હતા. તે દરમ્યાન ટેકનીકલ એનાલીસીસ તથા લોકેશન તથા હ્યુમન સોર્સિસ આધારે હકિકત મળેલ કે, મુંદરા જવેલર્સની દુકાનમાં થયેલ લુંટના ગુનાનો નાસતો ફરતો આરોપી શિવા રાજપાલ કુશવાહ, રહે.ધોલુપુર, રાજસ્થાન રાજ્યવાળાના અગાઉના લોકેશનો કોશી ખુર્દ મથુરા ઉતરપ્રદેશ રાજ્યમાં આવતા હોઇ જેના આધારે મજકુર આરોપીના લોકેશન ઉપર વોચ તપાસમાં રહેતા મજકુર આરોપી કોશી ખુર્દ ગામે હાજર હોવાની ખાનગી રાહે સચોટ અને ભરોસા લાયક બાતમી હકીકત મળતા તુરતજ વર્ક આઉટ કરી મગોરા પોલીસ સ્ટેશન મથુરા ઉતરપ્રદેશ ખાતે પોલીસ મદદની યાદી પાઠવી સ્ટાફ સાથે સ્થાનિક જગ્યાએ વોચ તપાસમાં રહેલ હતા તે દરમ્યાન ઉપરોક્ત આરોપી કોશી ખુર્દ ગ્રામ પંચાયતની બાજુમાં બજારમાંથી મળી આવતા તેને ઉપરોક્ત ગુના કામે હસ્તગત કરી હસ્તગત કર્યા અંગેની જાણ મગોરા પોલીસ સ્ટેશન મથુરા ઉપરપ્રદેશ ખાતે કરાવી આગળની કાર્યવાહી માટે આરોપીનો કબ્જો મુંદરા પોલીસને સોંપવામા આવેલ છે.
ઉપરોકત કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એલ.વાઘેલા નાઓના સાથે પો.હેડ.કોન્સ. કનકસિંહ ગોહિલ તથા ભુપેન્દ્રસિંહ ઝાલા ડ્રા.પો. કોન્સ. સુરેશભાઈ ચૌધરી તથા એલ.સી.બી. શાખાના ટેકનીકલ એનાલીસીસના પો.હેડ.કોન્સ. સુનીલકુમાર પરમારનાઓ જોડાયેલ હતા.