સસ્તુ સોનુ આપવાની લાલચ આપી ઠગાઇ કરનાર ઇસમોને પકડી પાડી જીલ્લાની આજદીન સુધીની સૌથી મોટી રૂ.૫૨,૦૦,૦૦૦ રીકવર કરાવતી LCB કચ્છ-ભુજ”

આ કામે ગઇ તા.૦૯/૦૪/૨૦૨૬ ના રોજ ફરીયાદીએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજનો સંપર્ક કરી અને પોતાની ફરીયાદ હકીકત જાહેર કરેલ કે, આરોપીઓ (૧) રાહુલ સોની જેનું સાચુ નામ અલ્તાફ હુશેન જત રહે.ગાંધીનગરી ભુજ તથા (૨) હાજી વલીમામદ કકલ રહે.ગાંધીનગરી ભુજ વાળાઓ એકસંપ થઈ ગુન્હાહિત કાવતરૂ રચી પોતાનો સમાન ઈરાદો બર લાવવા સારૂ બજાર ભાવ કરતા સસ્તુ સોનુ આપે છે તેવી કપટપુર્વક ખોટી હકીકત જણાવી ભુજ બોલાવી કાવતરાના ભાગરૂપે ઉપરોકત વ્યકિતઓએ ખોટા નામ ધારણ કરી ફરીયાદી સાથે મીટીંગ કરી સોનાના બિસ્કીટ લલચાવવાના ઈરાદાથી બતાવી બજાર ભાવ કરતા ઓછા ભાવે આપવાનું જણાવી વિશ્વાસ અને ભરોસો કેળવી ફરીયાદી પાસેથી સને-૨૦૨૪ ના વર્ષમાં અલગ-અલગ સમયે રૂ. ૭૫,૦૦,૦૦૦/- લઇ બે સોનાના કિં.રૂ.૧૪,૦૦,૦૦૦/- ના બિસ્કીટ આપી બાકીના રૂ.૬૧,૦૦,૦૦૦/- નુ સોનું આપવાની લાલચ આપી તે રૂપીયા મેળવી તે રૂપીયાનું સોનું કે તે રૂપીયા ફરીયાદીને આજદીન સુધી પરત નહી આપી ઠગાઈ વિશ્વાસઘાત કરી ગુન્હો કરેલ જે આધારે ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૩૯૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની ક. ૩૧૮(૪),૩૧૯(૨),૬૧(૨),૩(૫) મુજબનો ગુનો ઉપરોક્ત બન્ને આરોપીઓ વિરૂધ્ધ દાખલ કરાવેલ અને આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એચ.આર.જેઠી સાહેબનાઓને સોંપવામા આવેલ.

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ઉપરોક્ત ગુના કામે આરોપીઓને પકડી તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને ઉપરોક્ત ગુના કામે સત્વરે કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય. જે સુચના મુજબ પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, ધર્મેદ્રભાઇ રાવલ, શક્તિસિંહ ગઢવી, સુનીલભાઇ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ પરબતભાઇ ચૌધરીનાઓ ભુજ શહેર વિસ્તારમાં

પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાનાઓની બાતમી હકીકત આધારે આરોપી (૧) રાહુલ સોની જેનું સાચુ નામ અલ્તાફ હુશેન જત રહે, ગાંધીનગરી ભુજ તથા (૨) હાજી વલીમામદ કકલ રહે.ગાંધીનગરી નાઓને હસ્તગત કરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ કચેરીએ લાવી તપાસ કરનાર અધિકારીશ્રીએ બન્ને અરોપીઓને ધોરણસર અટક કરી ઠગાઇ કામે મેળવેલ રૂપીયા પૈકી રૂ.૫ ૨,૦૦,૦૦૦/- રીકવર કરેલ છે.

પકડાયેલ ઇસમ

  • રાહુલ સોની જેનું સાચુ નામ અલ્તાફ હુશેન જત રહે.ગાંધીનગરી ભુજ
  • હાજી વલીમામદ કકલ રહે.ગાંધીનગરી ભુજ
  • કબ્જે કરેલ મુદ્દામાલ
  • રોકડા રૂ. ૫૨,૦૦,000/-
  • હુંડાઇ ક્રેટા ગાડી જેના રજી નં.GJ-01-WD-3511 જેની કિં.રૂ. ૫,૦૦,000/-

મોબાઇલ ફોન નંગ-૦૧ કિં.રૂ. ૫,૦૦૦/-

  • હાજી વલીમામદ કકલનો ગુનાહીત ઇતીહાસ

ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં.૦૭૭૫/૨૦૨૨ લેન્ડ ગ્રેબિંગ ધારાની કલમ- ૪(૩), ૫(સી) મુજબ

  • ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં.૦૬૮/૨૦૨૧ IPC કલમ- ૩૦૭,૩૨૩,૩૯૫,૪૨૭, ૪૫૨,૫૦૪,૫૬(૨) વિગેરે મુજબ
  • ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં.૦૬૨/૨૦૨૨ IPC કલમ- ૧૮૬,૩૩૨,૩૪,૪૦૬,૪૨૦, ૪૪૧(એ),૪૮૯ (સી),૫૧૧ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ