આધાર-પુરાવા વિનાના તાંબા-એલ્યુમિનિયમના ભંગારના વાયર સાથે એક ઈસમને પકડી પાડતી પશ્ચિમ કચ્છ SOG ટીમ

copy image

copy image

ભુજ શહેરના જીઆઈડીસી વિસ્તાર નજીક આવેલા ઝૂંપડામાંથી આધાર-પુરાવા વિનાના તાંબા-એલ્યુમિનિયમના ભંગારના વાયર આશરે 120 કિલો કિં. રૂા. 24,000 સાથે એક ઈસમને પશ્ચિમ કચ્છ પોલીસની SOGની ટીમે ઝડપી પાડયો હતો.  પોલીસે આપેલી માહિતી અનુસાર, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં જીઆઈડીસીની પાછળ  આવેલા આરોપી પોતાના કબજાના ઝૂંપડામાં અલગ-અલગ કોથળામાં રખાયેલા આધાર-પુરાવા વિનાના 120 કિલો તાંબા-એલ્યુમિનિયમના ભંગારના વાયરો સાથે આરોપીને પકડી લેવાયો હતો . આરોપી વિરુદ્ધ  ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.