રાપરના કાનમેરમાં જાહેરમાં જુગાર રમતા બે ખેલીને પોલીસના સકંજામાં : અન્ય બે ફરાર

970736623Jugar

copy image

copy image

રાપરના કાનમેરમાં જાહેરમાં જુગાર રમતા બે ખેલીને પોલીસે ઝડપી લીધા હતા, જ્યારે બે શખ્સ નાસી જવામાં સફળ રહ્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી અંતર્ગત કાનમેર ગામના જીવણી સતી માતાના મંદિરની સામે ખુલ્લી જગ્યામાં અમુક શખ્સો હાર જીતનો ખેલ રમી રહ્યા હતા. તેવામાં અચાનક ત્રાટકેલી પોલીસે અહીંથી બે શખ્સોને પકડી પાડયા હતા, જ્યારે અન્ય બે શખ્સે નાસી  ગયા હતા. પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રૂા. 10,580 કબ્જે કરાયા હતા.