ફકત સામે વાળાની ફરિયાદ લેવાની અમારી નહી :કાજલબેનના મીડિયા સમક્ષ આક્ષેપ

મુન્દ્રા તાલુકાના પત્રી ગામે વર્ષ 2023માં યુવાનની હત્યા કરાઈ હતી જે કેસના ફરિયાદી યુવકને હત્યા કેસમાં જુબાની ન આપવા અને ફરિયાદ પાછી ખેંચવા માટે વેજીબેન ચાડ, નંદવીર અને મુકેશ આહીર દ્વારા અપહરણ કરી મારપીટ કરાતા પ્રાગપર પોલીસમા ફરિયાદ નોંધવામાં આવી હતી. જે મામલામાં સામા પક્ષના કાજલબેને મીડિયા સમક્ષ આવીને આક્ષેપ કર્યો છે કે બંને પક્ષ પોલીસ સ્ટેશન ગયા હતા પણ પોલીસે માત્ર એક જ પક્ષની ફરિયાદ નોંધી છે અને અમારી રજૂઆત સાંભળવામાં આવી નથી. આ સમગ્ર પ્રકરણમાં તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે.જોકે આ મામલે પોલીસનું કહેવું છે કે હાલ એક પક્ષે ફરિયાદ આપી છે, જો બીજો પક્ષ રજૂઆત કરશે તો તેમની વાત પણ સાંભળવામાં આવશે.