રાપર વિધાનસભા કોંગ્રેસપરીવાર દ્વારાભારતબંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ ભીમરાવઆંબેડકર ની ૧૩૫મી જન્મજયંતી નિમિત્તે શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

રાપર વિધાનસભા વિસ્તારના રાપર શહેર મધ્યે આવેલ કોર્ટ રોડ પાસે આજ રોજ ભારત દેશના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજી , મનમાં કરુણા, હદયમાં મમતા, આચારમાં સમતા, વિચારમાં એકતા નારી તેમજ ગરીબ સમૂહને સમાનતાના અધિકાર અપાવનાર ભારતના સંવિધાનના રચેતા ભારતરન ડો.ભીમરાવ આંબેડકરજી ની ૧૩૫ જન્મજયંતી નિમિત્તે બાબાસાહેબ ની પ્રતિમાને રાપર વિધાનસભા કોંગ્રેસ પરીવાર દ્વારા આજ રોજ પુષ્પાંજલિ અપાઈ હતી.તે સમય દરમિયાન કચ્છ કોંગ્રેસ ના મહામંત્રીશ્રી બાબુભાઈ ચૌધરી , ચિત્રોડ તાલુકા પંચાયત ના ઉમેદવાર શ્રી ભાવનાબેન મહેશભાઈ ઠાકોર , રાપર નગર પાલિકાના કાઉન્સીલર અરવિંદભાઈ માલી , ધનજીભાઈ ગોહિલ , રામચંદ્ર સાધુ વગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.