રાપરના કિડિયાનગરમાં જાહેરમાં પત્તા ટીંચતા ત્રણ શખ્સ ઝડપાયા :એક નસવામાં સફળ

copy image

copy image

 રાપરના કિડિયાનગરમાં જાહેરમાં પત્તા ટીંચતા ત્રણ શખ્સને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 12,000 જપ્ત કર્યા હતા, જ્યારે એક શખ્સ નાસી જવામાં સફળ રહ્યો હતો.  પ્રાપ્ત થતી માહિતી અનુસાર કિડિયાનગરના પ્લોટ વિસ્તારમાં આવેલી બાવળની ઝાડીમાં અમુક ઇસમો ગંજીપાના વડે જુગાર રમી રહ્યા હતા, તેવામાં અચાનક પોલીસ આવતા ખેલીઓ નાસવા લાગ્યા હતા, તે પૈકી ત્રણને પોલીસે પકડી પાડયા હતા, જ્યારે એક શખ્સ નાસી જવામાં સફળ રહ્યો હતો. પકડાયેલા ખેલીઓ પાસેથી રોકડ રૂા. 12,000 જપ્ત કરવામાં આવ્યા હતા.