છેલ્લાં બે વર્ષથી અજાણ્યા પાકિસ્તાની ઘૂસણખોરનું લાંબી બીમારીમાં સારવાર દરમ્યાન મોત

copy image

copy image

ભુજમાં  છેલ્લાં બે વર્ષથી ભુજની જે.આઇ.સી. જેલમાં કેદ એવા અજાણ્યા પાકિસ્તાની ઘૂસણખોરનું લાંબી બીમારીમાં સારવાર દરમ્યાન મોત થયું હતું. આ મામલે બી-ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર 31 વર્ષીય અજાણ્યા મૂળ પાકિસ્તાની ઇસમને તા. 25/6/24થી જે.આઇ.સી. ભુજ ખાતે રિસ્ટ્રીક્શનમાં રાખવામાં આવ્યો હતો, જેની તબિયત બરોબર રહેતી ન હતી અને માનસિક રીતે અસ્વસ્થ હતો. ગત તા. 6/2ના ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરાવાયા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો. સારવાર બાદ પરત તા. 7/3ના જે.આઇ.સી.-ભુજ લવાયો હતો. માનસિક અસ્વસ્થતા તથા ટી.બી.ની બીમારીના લીધે ફરી તેની તબિયત લથડતાં તા. 9/3ના ભુજની જી.કે. જનરલમાં દાખલ કરાયો હતો. સારવાર દરમ્યાન તેણે અંતિમ શ્વાસ લીધા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.