ભચાઉના મણિનગર ખાડા વિસ્તારમાં શેરીમાં ગંજીપાના વડે જુગાર રમતા ત્રણ ઇસમોને પકડી પાડયા

copy image

copy image

ભચાઉના મણિનગર ખાડા વિસ્તારમાં શેરીમાં ગંજીપાના વડે નસીબ અજમાવતા ત્રણ ઇસમોને પકડી રોકડ રૂા. 10,450 કબજે કર્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસંધાને ભચાઉ મણિનગર ખાડા વિસ્તારમાં આવેલી એક શેરીમાં ગત રાત્રે અમુક શખ્સો દીવાબત્તીના પ્રકાસે પત્તા ટીંચી રહ્યા હતા. ગંજીપાના વડે જુગાર  રમનાર પર પોલીસ ત્રાટકીને અહીંથી ત્રણને સકંજામાં લીધા હતા, જ્યારે એક ઈસમ નાસી જવામાં સફળ રહ્યો હતો. પકડાયેલા ખેલીઓ પાસેથી પોલીસે રોકડ રૂા. 10,450 કબજે કર્યા હતા.