પાલારા માંથી ફરી એક વખત સીમકાર્ડ સાથે મોબાઈલ મળી આવ્યો
copy image

જેલમાં પ્રતિબંધિત એવા મોબાઇલ મળ્યાના અનેક બનાવો અગાઉ સામે આવી ચૂક્યા છે, પરંતુ તેના ઉપયોગકર્તા અને આ મોબાઇલ કઇ રીતે લાવે છે, તે ક્યારેય બહાર આવતું નથી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ફરી એક વખત પાલારા ખાસ જેલમાંથી સંડાસ -બાથરૂમની ચેમ્બરમાંથી એક સીમ સાથે મોબાઇલ મળ્યાનો બનાવ બન્યો છે. પાલારા ખાસ જેલમાં સ્થાનિકની ઝડતી સ્ક્વોડે નિયમિત ચકાસણી મુજબ ઝડતીની કાર્યવાહી દરમ્યાન યાર્ડ-11ના બેરેક નં. 9ની અંદરના સંડાસ-બાથરૂમની ચેમ્બરની અંદર છૂપાવી રાખેલો પ્રતિબંધિત એક મોબાઇલ જેમાં વી.આઇ. કંપનીનો સીમકાર્ડ હતો. મોબાઇલ-સીમની સાથે ચાર્જિંગ કેબલ પણ મળ્યો હતો. બી-ડિવિઝન પોલીસ મથકે પ્રિઝન એક્ટ તળે ગુનો નોંધવનમાં આવ્યો હતો.