ડુમરા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી

આજ રોજ ૧૪ એપ્રિલ, ૨૦૨૬ ના શુભ દિને ભારતીય બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉ. બી. આર. આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ડુમરા જેવા ગામમાં ભવ્ય અને હૃદયસ્પર્શી ઉજવણી કરવામાં આવી હતી. “ફૂલ નહીં તો ફૂલની પાંખડી” સમાન ભાવના સાથે ડુમરા અનુસૂચિત જાતિના મુળ નિવાસી ગ્રામજનોએ એકત્રિત થઈ બાબા સાહેબ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમની શરૂઆત બાબા સાહેબની છબી પર પુષ્પાંજલિ અને હારતોરો અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ ડુમરા ગામના નાનાં બાળકો વિધાર્થીઓ દ્વારા ઉત્સાહી બાળકોની હાજરીમાં કેક કટીંગનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સૌએ હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો.આ પ્રસંગે ગામના નાના ભૂલકાઓએ ભાવિકા રાજેશ ચંદે ને સાવિત્રી ચંદે,હંશીક મહેશ્વરી, શ્રી હરેશ કન્નર ,બાબા સાહેબના જીવન વિશે સુંદર વક્તવ્યો રજૂ કર્યા હતા. બાળકોએ તેમના: જીવન પરિચય અને પ્રારંભિક શિક્ષણ. સમાજ માટે કરેલા સંઘર્ષો. શિક્ષણ પ્રત્યેનો તેમનો દ્રષ્ટિકોણ અને સામાજિક સમાનતાના વિચારો પર ભાર મૂક્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા માટે ડુમરા અનુસૂચિત જાતિના ગામના યુવાનોએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે ડુમરા ગ્રામ નાં ધર્મ ગુરુઓ બાબુભાઈ દેવરાજ મતિયા,પ્રમુખ શ્રી રાજેશભાઇ કાનજીભાઇ ચંદે, પૂર્વ પ્રમુખ શ્રી મેઘજીભાઈ ભરાડીયા , શૈલેષભાઈ કાનજીભાઈ ચંદે તથા સામાજિક મોભાદાર વ્યક્તિઓ નામ ગાંગજી પીગ્લસુર, મણીલાલ બળીયા,હેમરાજ ખાખલા,ખંમુભાઇ કટુવા, મનિષભાઇ ડાગડીયા, મુખ્ય ઉપસ્થિત મહેમાનો મુરજી હંગણા, લખમશી જેઠા, વસંતભાઈ ખાખલા,પેરાજ ચંદે,બુધીયાભાઇ ચંદે,માલશી રામજી ચંદે,લહેરચંદ ધરમશી ચંદે સેવા ધારી, રમેશભાઈ શંકર મતિયા,ડુમરા મહેશ્વરી સમાજ ના કમલેશભાઇ પરમાર શિક્ષક, પ્રેમજી પેરાજ ચંદે Ba.D શિક્ષક બાલુભાઈ મુછડીયા ડુમરા ઉચ્ચ માધ્યમિક શાળા કર્મચારી,પ્રવચન આપ્યું હતું તમામ સરકારી કર્મચારીઓ નોકરી વર્ગ ભાઇઓ જાગૃત બહેનો સવિતાબેન મહેશ્વરી આંગણવાડી કાર્યકર તરીકે લક્ષ્મીબેન કન્નર ગીતાબેન વારા, લક્ષ્મીબેન ભરાડીયા સાથે મળીને કાર્યરત કર્યું હતું તેમનાં અમુલ્ય પ્રતિભાવો થી હાર્દિક સ્વાગત કર્યું હતું સમિતિ વતીથી સહિત ગામના અગ્રણી ભાઈઓ, યુવાનો અને મોટી સંખ્યામાં નાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. “શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો” – બાબા સાહેબના આ સૂત્રને સાર્થક કરતા કાર્યક્રમ નું સંચાલન તરીકે મહેન્દ્રભાઈ અબચુગ કરી રહેલ ને ડુમરા અનુસૂચિત જાતિના ગ્રામજનોએ એકબીજાનું મોઢું મીઠું કરાવી સાથે બપોરે નાં સમય દરમિયાન ભોજન સમારંભ વ્યવસ્થા કરીને આભાર વ્યક્ત કર્યો સુરેશભાઈ એમ ચંદે જય ભીમના નાદ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.