મીઠીરોહર સીમમાં માલગાડી નીચે આવી જતાં 30વર્ષીય યુવાનનું મોત

copy image

copy image

ગાંધીધામના  મીઠીરોહર સીમમાં રેલવે ફાટક નજીક માલગાડી નીચે આવી જતાં 30 વર્ષીય અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું હતું. મીઠીરોહર સીમમાં ભચાઉથી ગાંધીધામ-મોડવદર ફાટક પિલ્લર પાસે આ ઘટના બની હતી . અહીંથી પસાર થતી કોઇ માલગાડી નીચે આવી જતાં 30 વર્ષીય અજાણ્યા યુવાનનું મોત થયું હતું. આ યુવાન કોણ છે તે સામે આવ્યું નથી, જેની તપાસ પોલીસે હાથ ધરી છે