માધાપર ક્ષત્રિય સમાજવાડી મધ્યે માધાપર સમાજભવન ના પ્રમુખ અને માધાપર ક્ષત્રિય સમાજવાડી ના પ્રમુખ વચ્ચે ચાલતા વિવાદ નું સમાધાન કરવામાં આવ્યું.

આજરોજ માધાપર સમાજમાં વિચારભેદ ને લઈને ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો હતો,તેમાં કચ્છ ક્ષત્રિય સમાજ ના પ્રમુખ અને રાપર વિભાગ ના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા ની મધ્યસ્થી દ્વારા આજે ક્ષત્રિય સમાજવાડી ખાતે મળેલ બને ગ્રુપની મિટિંગમાં સમાધાન થઈ ગયેલ છે,
છેલ્લા ઘણા સમયથી માધાપર માં વિચારભેદ ને લઈને સમાજ ના ભાઈઓ માં વિવાદ ચાલી રહ્યો હતો, જેમાં સમાજ ના વડીલ અગ્રણી અને માજી સૈનિક એસોસિએશન ના પ્રમુખ અને મુન્દ્રા તાલુકા ક્ષત્રિય સમાજ ના પ્રમુખ શ્રી દિલાવરસિંહ બી. જાડેજા તેમજ સમાજ ના અન્ય આગેવાનો દ્વારા અને ખાસ કરીને વિરેન્દ્રસિંહ બાપુ ની લાગણી ને ધ્યાનમાં લઈ આજે બંને ગ્રુપ ની સંયુક્ત મિટિંગ માં આગેવાનો ની હાજરીમાં વિવાદ નો અંત આવેલ છે જેની સમાજ ના તમામ ભાઈઓ ને જાણ થાય..
આજની મિટિંગ માં ઉપસ્થિત આગેવાનો તેમજ માધાપર ગામના ભાઈઓ દ્વારા અલગ અલગ રાજકીય પક્ષ દ્વારા માધાપર સમાજ ના ભાઈઓ નરેન્દ્રસિંહ જાડેજા,મુરુભા જાડેજા તેમજ કુલદીપસિંહ ચૌહાણ ને ઉમેદવારી કરવા ટિકિટ ફાળવેલ છે તેને આવકારી શુભકામનાઓ પાઠવેલ હતી અને આજની મિટિંગ માં ઉપસ્થિત મુરુભા જાડેજા તેમજ કુલદીપસિંહ નું સન્માન કરવામાં આવેલ હતું.
આવનારા દિવસોમાં સમાજ નું નૂતન સમાજ ભવન નું કાર્ય શરૂ થશે અને દોઢ બે વર્ષ ની અંદર પૂર્ણ કરવામાં આવશે તેવી આગેવાનો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવેલ હતી.
આજની મિટિંગ માં કચ્છ ક્ષત્રિય સમાજ ના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, ધમડકા ના દાનવીર ભામાશા પી. એમ.જાડેજા,પ્રમુખ શ્રી જગદીશ સિંહ જાડેજા, મોહબતસિંહ સોઢા,પૂર્વ પ્રમુખો પ્રહલાદસિંહ ગોહિલ,શ્રવણ સિંહ વાઘેલા, દાદુભા ચૌહાણ દ્વારા પોતાના પ્રવચન માં સમાજ ની એકતા વધુ મજબૂત બને અને સંગઠિત ભાવના જળવાઈ રહે તે માટે શુભેચ્છાઓ પાઠવેલ હતી અને સમાજ ના આજના સમાધાન પ્રસંગ ને વધાવી લીધેલ હતો અને આવનારા દિવસોમાં આવી રીતે જ સંગઠિત ભાવના જળવાઈ રહે તેવી શુભેચ્છાઓ પાઠવેલ હતી અન્ય આગેવાનો માં દશરથસિંહ વાઘેલા,હિતેન્દ્રસિંહ વાઘેલા તથા અન્ય આગેવાનો હાજર રહ્યા હતા,મહેમાનો નું પાઘડી અને શાલ ઓઢાડીને સમાજ ના હોદેદારો દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.