પશ્ચિમ કચ્છ જિલ્લા વિસ્તારમાંથી મહારાષ્ટ્ર થી મંગાવેલી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.
જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને એ.એસ.આઈ. પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઇ રબારી તથા મહેશભાઇ ચૌહાણનાઓ મુંદરા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા રામજીભાઇ રબારીનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, જીવણજી ખાનજી જાડેજા રહે.ગુંદાલા, તા.મુંદરાવાળો પોતાના રહેણાંક મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી તેનું છુટકમાં ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે અને તેની આ પ્રવુતિ હાલે ચાલુમાં છે. જે હકીકત આધારે તપાસ કરતા નીચેની વિગતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જેથી કાયદેસરની કાર્યવાહી કરી પ્રાગપર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૨૩૦/૨૦૨૬ ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટની કલમ ૬૫(એ), (ઈ) મુજબ ગુનો રજીસ્ટર કરાવી તમામ મુદ્દામાલ પ્રાગપર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.
- કબ્જે કરેલ મુદ્દામાલ (કુલ્લે કિં.રૂ. ૨.૬૮.૮૩૨/-)
- ભારતીય બનાવટના વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-૧૨૬ કિં.રૂ.૨,૪૬,૦૭૨/-
- ભારતીય બનાવટના વિદેશીદારૂના બીયરના ટીન નંગ-૫૮ કિ.રૂ.૧૨,૭૬૦/-
મોબાઇલ ફોન નંગ ૦૧ કિં.રૂ. ૧૦,૦૦00/-
:• હાજર મળી આવેલ આરોપી:
જીવણજી ખાનજી જાડેજા, ઉ.વ.૬૮, રહે. રણુજાનગર, ગુંદાલા, તા.મુંદરા