ભારતે પોતાના કૂટનીતિક સંપર્કની રણનીતિમાં મોટો બદલાવ કરવાની જરૂર : કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશ

image-227

copy image

copy image

પાકિસ્તાન અમેરિકા-ઈરાન વચ્ચેનાં યુદ્ધમાં મધ્યસ્થતા કરવાની કોશિશ કરી રહ્યું છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા સરકાર ઉપર પ્રહાર કરવામાં આવ્યો છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર કોંગ્રેસે તાજા ઘટનાક્રમની માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતે પોતાના કૂટનીતિક સંપર્કની રણનીતિમાં મોટો બદલાવ કરવાની જરૂરિયાત છે અને આ બદલાવ કરવામાં મોદી સરકાર સપૂર્ણ રીતે નિષ્ફળ નિવડી છે. કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે, આર્થિક રૂપથી તબાહ અને આતંકવાદી દેશ પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે મધ્યસ્થીની ભૂમિકાની તક મળી રહી છે તે મોદી સરકાર માટે એક મોટો ઝટકો છે.. ખાસ કરીને પહલગામ આતંકી હુમલાને હવા આપનારા આસિમ મુનીર રાષ્ટ્રપતિ ટ્રમ્પના ખાસ બની ગયા છે તે સૌથી મોટો ઝટકો છે.