યુદ્ધ રોકવા ઈરાની નેતાઓને મળવા ટ્રમ્ પોતે તૈયાર!, વાટાઘાટો માટે હાઈ-પ્રોફાઈલ ટીમ મોકલી

copy image

copy image

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને રોકવા માટે રાજદ્વારી પ્રયાસો તેજ બન્યા છે. વોશિંગ્ટન સમય અનુસાર બુધવારે સાંજે યુદ્ધવિરામની સમયમર્યાદા સમાપ્ત થઈ જવાની છે , તેવામાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે, જો વાટાઘાટોમાં પ્રગતિના સંકેતો દેખાય તો તેઓ વ્યક્તિગત રીતે ઈરાની નેતાઓને મળવા તૈયાર છે. ટ્રમ્પની ઈરાન સાથેની વાટાઘાટોની તૈયારી: રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે જો શાંતિ વાટાઘાટોમાં સકારાત્મક પ્રગતિ દેખાય, તો તેઓ વ્યક્તિગત રીતે ઈરાની નેતાઓને મળવા તૈયાર છે. હાઈ-પ્રોફાઈલ ટીમની નિમણૂક: વાટાઘાટો માટે ટ્રમ્પે એક શક્તિશાળી ટીમ ઈસ્લામાબાદ મોકલી છે, જેમાં સામેલ છે ઈરાને ઈસ્લામાબાદમાં યોજાનારી આગામી રાઉન્ડની વાટાઘાટોનો બહિષ્કાર કરવાની ધમકી આપી હોવા છતાં, ટ્રમ્પે તેમની હાઈ-પ્રોફાઈલ ટીમ મોકલી દીધી છે. ટીમમાં વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ, ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને સલાહકાર જેરેડ કુશનરનો સમાવેશ થાય છે. ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, રાજદ્વારી સંવાદ આગળ વધશે અને કહ્યું, જો તેઓ મળવા માંગતા હોય, તો મને તેમની સાથે બેઠક કરવામાં કોઈ વાંધો નથી. મુખ્ય શરતો અને ચેતવણીઓ :પરમાણુ હથિયાર પર પ્રતિબંધ: અમેરિકાની સૌથી મોટી અને ‘નો-નેગોશિયેબલ’ શરત એ છે કે ઈરાન પરમાણુ હથિયારોનો સંપૂર્ણ ત્યાગ કરે. ટ્રમ્પે કહ્યું કે જો ઈરાન આ શરત માનશે તો તે એક સમૃદ્ધ દેશ બની શકે છે યુદ્ધવિરામની સમયમર્યાદા: બુધવારે સાંજે (વોશિંગ્ટન સમય મુજબ) યુદ્ધવિરામની મુદત પૂરી થઈ રહી છે. જો કોઈ સમજૂતી નહીં થાય, તો ફરીથી બોમ્બમારો અને સૈન્ય કાર્યવાહી શરૂ થવાની ભીતિ છે. ઈરાનનું વલણ: ઈરાની સંસદના સ્પીકરે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ધમકીઓના માહોલમાં વાતચીત નહીં કરે અને તેઓ મેદાનમાં વળતો જવાબ આપવા તૈયાર છે.