US નાકાબંધી વચ્ચે ઈરાનીની મોટી કાર્યવાહી: હોર્મુઝમાંથી પસાર થતા જહાજ પર IRGCનો હુમલો
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં પરીસ્થિતિ અત્યંત ગંભીર બનતી જાય છે. પ્રાથમિક શાંતિ મંત્રણાનો બીજો તબક્કો રદ થયાના ગણતરીના કલાકોમાં જ હોર્મુઝની ખાડીમાં મોટો હુમલો થયો છે.ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા એક કન્ટેનર જહાજને નિશાન બનાવવામાં આવ્યું છે,
જેનાથી ખાડી દેશોમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. યુકે મેરિટાઇમ ટ્રેડ ઓપરેશન્સ ના અહેવાલ અનુસાર , આ ઘટના ઓમાનના ઉત્તર-પૂર્વમાં લગભગ 15 સમુદ્રી માઈલ દૂર બની હતી. જહાજના કેપ્ટને માહિતી આપી હતી કે IRGC ની સશસ્ત્ર નૌકાઓ અચાનક જહાજની નજીક આવી હતી અને તેના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ હુમલો એટલો જોરદાર હતો કે જહાજના કંટ્રોલ રૂમને ગંભીર નુકસાન પહોંચ્યું છે. જોકે, રાહતની વાત છે કે જહાજ પર હાજર તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત છે. હુમલા બાદ જહાજમાં કોઈ આગ લાગી નથી કે પર્યાવરણને નુકસાન પહોંચ્યું નથી, પરંતુ ટેકનિકલ નુકસાનને કારણે જહાજની ગતિવિધિ ખોરવાઈ છે.