હોર્મુઝમાં માઈન્સ ગોઠવતી તમામ બોટસને જોતાંવેંત ઉડાવી દો :ટ્રમ્પ
copy image

અમેરિકાની નાકાબંધીનાં કારણે ઈરાન-અમેરિકાની શાંતિ મંત્રણા યોજાતાં પહેલાં જ વિખેરાઈ ગયા બાદ હોર્મુઝ પર વર્ચસ્વની લડાઈ જારી છે. પ્રાથમિક વિગતો અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, હોર્મુઝમાં માઈન્સ ગોઠવતી તમામ બોટસને જોતાંવેંત ઉડાવી દો.અમેરિકાની નાકાબંધી સામે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઉપર પોતાનો વ્યૂહાત્મક સકંજો કસી લીધો છે અને યુદ્ધવિરામ છતાં ઈરાની નૌસેના જહાજોને નિશાન બનાવીને હુમલા કરી રહી છે. ટ્રમ્પે મોટું અને કડક પગલું ભરતાં અમેરિકન સેનાને આદેશ આપ્યો છે કે, `સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માં દરિયાઈ સુરંગો (માઈન્સ) બિછાવનારી કોઈપણ ઈરાની નાની બોટને `જોતાંવેંત જ ઠાર કરવામાં આવે.’ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં કહ્યું, `મેં અમેરિકન નૌસેનાને આદેશ આપ્યો છે કે, જે પણ બોટ, ભલે તે નાની કેમ ન હોય, હોર્મુઝ સ્ટ્રેટના પાણીમાં દરિયાઈ સુરંગો બિછાવતી જોવા મળે તેને તાત્કાલિક નિશાન બનાવવામાં આવે તેમાં કોઈપણ પ્રકારનો સંકોચ રાખવો જોઈએ નહીં.’ વધુમાં ટ્રમ્પે એ પણ કહ્યું કે, અમેરિકન નૌસેના આ મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગમાં દરિયાઈ સુરંગોને હટાવવાનું કામ કરી રહી છે અને આ અભિયાનને ત્રણગણું ઝડપી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે