અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીન જેવા દેશો માટે `નરક’ જેવા શબ્દોનો ઉપયોગ

image-259

copy image

copy image

 અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ભારત અને ચીન જેવા દેશોનું વર્ણન કરવા માટે `નરક’ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જો કે, વિવાદ વધતાં  યુએસ દૂતાવાસના પ્રવક્તાએ નિવેદન જારી કર્યું હતું, જેમાં ભારતને `મહાન દેશ’ ગણાવ્યો હતો અને ભારતના ટોચના નેતૃત્વમાં તેમનો એક ખૂબ જ સારો મિત્ર છે તેમ કહ્યું હતું. વ્યાપક દબાણ અને રાજદ્વારી પરિણામોને ધ્યાનમાં રાખીને ટ્રમ્પે 24 કલાકમાં સૂર બદલ્યો હતો. નવી દિલ્હીમાં યુએસ દૂતાવાસના પ્રવક્તા ક્રિસ્ટોફર એલ્મ્સે સ્પષ્ટતા કરી હતી કે, ટ્રમ્પે જણાવ્યું હતું કે, ભારત એક મહાન રાષ્ટ્ર છે અને તેના શીર્ષ નેતૃત્વમાં રહેલી એક વ્યક્તિ મારા ખૂબ સારા મિત્ર છે