કચ્છમાં તીવ્ર ગરમી વચ્ચે તથા સામાન્ય ચૂંટણી દરમિયાન આરોગ્ય વિભાગ સજ્જ – હીટવેવ સામે વ્યાપક તૈયારી
કચ્છમાં તીવ્ર ગરમી વચ્ચે તથા સામાન્ય ચૂંટણી દરમિયાન આરોગ્ય વિભાગ સજ્જ – હીટવેવ સામે વ્યાપક તૈયારી
કચ્છ જિલ્લામાં હાલ ચાલી રહેલી તીવ્ર ગરમી અને હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે તેમજ નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવે છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જિલ્લાના SDH અને CHCના અધિક્ષકો THO સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી હીટવેવ સામે અસરકારક કામગીરી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લામાં કુલ 119 આરોગ્ય સુવિધાઓ કાર્યરત છે, જેમાંથી 104 ILR (Ice Lined Refrigerator), 91 ડીપ ફ્રીઝર, 134 ઘરેલું ફ્રીઝ, 151 કોલ્ડ બોક્સનો ઉપયોગ કરી કુલ 11,729 આઇસ પેક ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે,
જેથી હીટવેવ અસરગ્રસ્ટ દર્દીને તાતકાલિક સરવાર આપી શકાય
હીટવેવ માટે જિલ્લા હોસ્પિટલ (DH) ખાતે 10 બેડ, ઉપજિલ્લા હોસ્પિટલ (SDH) ખાતે 5 બેડ અને સમુદાય આરોગ્ય કેન્દ્રો (CHC) ખાતે 2 બેડ એમ કુલ 70 બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે. અને કૂલિંગ થેરા્પી કાર્યરત કરવામાં આવેલ છે
આ ઉપરાંત, ઇમર્જન્સી સેવા માટે જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ સાથે અન્ય 38 એમ્બ્યુલન્સ ઉપલબ્ધ રાખવામાં આવી છે. તેમાં પણ ice પેક ઉપલબ્ધ કરાવી emergency માં સારવારમાં લઈ શકાય, 34 મોબાઈલ ટીમ અને 416 પેરામેડિકલ ટીમોને તાત્કાલિક કામગીરી માટે તૈનાત રાખવામાં આવી છે.
જિલ્લા આરોગ્ય તંત્રના જણાવ્યા અનુસાર, ગરમીના આ સમયમાં શરીરને હાઇડ્રેટ રાખવું અત્યંત આવશ્યક છે. તરસ ન લાગે તો પણ નિયમિત અંતરે પૂરતું પાણી પીવું આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી છે.
નાગરિકો માટે અગત્યની સૂચનાઓ:
• બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન બહાર જવાનું ટાળો
• બહાર જતાં સનગ્લાસ, ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરો
• ઢીલા અને સુતરાઉ કપડાં પહેરો
• હળવો અને સુપાચ્ય ખોરાક લો અને બહારનું ખાવાનું ટાળો
• બાળકો અને વડીલોનું વિશેષ ધ્યાન રાખો
• ડાયાબિટીસ અને હાયપરટેન્શન ધરાવતા દર્દીઓ નિયમિત દવાઓ લેતા રહે
હીટ સ્ટ્રોકના લક્ષણો જણાય તો તરત સારવાર લો:
માથાનો દુખાવો, ચક્કર આવવું, નબળાઈ, ઊલ્ટી કે ઝાડા જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં સંપર્ક કરવો.
ઠંડક માટે કુદરતી ઉપાયો:
તરબૂચ, કાકડી, નારંગી, નાળિયેર પાણી અને લીંબુ પાણીનું સેવન કરો. અતિ ઠંડા પીણાં ટાળો.
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ નાગરિકોને આ માર્ગદર્શિકાનું પાલન કરીને પોતાની અને પરિવારની આરોગ્ય સુરક્ષા જાળવવા અપીલ કરવામાં આવે છે