ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. વિસ્તારમાંથી પ્રોહીબીશન (અંગ્રેજી દારૂ) નો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પુર્વ-કચ્છ, ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી આગામી ચુંટણીને અનુલક્ષીને જિલ્લામાં દારૂની વેચાણ હેરફેરની પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ રાખી પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત-નાબુદ કરવા જરૂરી સુચના આપેલ.
જેથી પોલીસ ઇન્સપેક્ટર જે.એમ.વાળા એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી ની ટીમ ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે દિપક મંગલાની રહે. ગુરુકુળ વિસ્તાર ગાંધીધામ વાળો ઈફકો કોલોની ગેટથી રોટરી સર્કલ તરફ જતા ટાગોર રોડ ૫૨ થોડે દુ૨ બસમાંથી ઉતરેલ છે અને રોડની સાઈડમાં ઉભેલ છે અને તેના પાસે એક થેલો છે જેમા વિદેશી દારૂની બોટલો લઇ આવેલ છે જેથી ઉપરોકત બાતમી વાળી જગ્યાએ જઈ રેઈડ કરતા નીચે જણાવ્યા મુજબનો પ્રોહીબીશનનો જથ્થો મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીનું નામ
(૧) દિપડ ઉર્ફે દિપુ જગદીશભાઈ મંગલાની (સીંધી) ઉ.વ. ૨૯ રહે. પ્લોટ નં. ૨૧૦,વોર્ડ નં.૧૦/એ,ગુરૂકુળ વિસ્તાર ગાંધીધામ
હાજર ન મળી આવેલ આરોપીઓનાં નામ
(૧) હર્ષ શ્યામ નેકવાણી રહે. મેઘપર બોરીચી તા.અંજાર
(૨) ધૃવ રીતેષગીરી ગોસ્વામી રહે. મેઘપર બોરીચી તા.અંજાર
કબ્જે કરેલ મુદામાલની વિગત :-
વિદેશી દારૂની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૮ કિ.રૂ. ૧૦,૧૭૦/-
મોબાઈલ ફોન નંગ-૨ કિ.રૂ. ૧૦,૦૦૦/-
ડુલ કિ.રૂ. ૨૦,૧૭૦/-
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
- હર્ષ શ્યામ નેડવાણી
(૧) અંજાર પો.સ્ટે. ગુ.૨.નં. ૧૩૩૧/૨૪ બી.એન.એસ.ક. ૩૦૯(૪), ૩૫૧(૨), प४वि.
(૨) ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં. ૦૩૮૫/૨૪ પ્રોહી.ક.૬૫એ,એ,૧૧૬બી વિ.
(3) અંજાર પો.સ્ટે. ગુ.૨.નં. પો.સ્ટે. ગુ.૨.નં. ૧૪૭૯/૨૫ બી.એન.એસ.ક. ૩૦૯(૬),૩૫૧(૩),૧૧૫(૨) જી.પી.એક્ટ ૧૩૫ વિ.
- ધૃવ રીતેષગીરી ગોસ્વામી
(૧) અંજાર પો.સ્ટે. ગુ.૨.નં. ૧૨૩૩/૨૪ પ્રોહી.ક.૬૫એ,ઇ,૧૧૬બી વિ.
આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર જે.એમ.વાળા તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.