સામખીયારી પો.સ્ટે. વિસ્તારમાંથી પ્રોહીબીશન (અંગ્રેજી દારૂ) નો ડેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પુર્વ-કચ્છ, ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષકથી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી આગામી ચુંટણીને અનુલક્ષીને જિલ્લામાં દારૂની વેચાણ હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી પ્રોહીબીશનની પ્રવૃત્તિ નેસ્ત-નાબુદ કરવા જરૂરી સુચના આપેલ.
જેથી પોલીસ ઈન્સપેકટર જે.એમ.વાળા એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી ની ટીમ સામખીયાળી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન સામખીયારી-માળીયા હાઈવે પર સુરજબારી પુલ પાસે આવેલ કિસ્મત હોટલ પાસે આવતા બાતમી હકીકત મળેલ કે અભય વેલાભાઈ બઢીયા રહે. સામખીયારી તા.ભચાઉ મુળ રહે. ચીરઈ તા.ભચાઉ વાળઓ માણાબા શિકારપુર રણ વિસ્તાર તરફથી સફેદ કલરની બલેનો કા૨માં ગે.ડા.રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી સામખીયારી તરફ આવતો હોય એલ.સી.બી. ટીમ બલેનો કારની વોચમાં હતી તે દરમ્યાન કિસ્મત હોટલ પાસે બલેનો કાર આવતી જોઈ તેને રોકાવવાનો પ્રયત્ન ક૨તા કાર રોકેલ નહિ અને કારનો પીછો કરતા તે માળીયા સામખીયાળી હાઇવે પરથી સુરજબારી ગામ તરફ વળેલ અને સુરજબારી ગામમાં પ્રાથમિક શાળાની બાજુમાં કાર મુકીને નાશી જતા બલેનો કારમાંથી નીચે જણાવ્યા મુજબનો પ્રોહીબીશનનો મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે સામખીયાળી પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે.
હાજર ન મળી આવેલ આરોપીનું નામ
(૧) અભય વેલા બઢીયા મુળ રહે. ચીરઈ તા.ભચાઉ હાલે રહે. સામખીયાળી તા.ભચાઉ
કબ્જે કરેલ મુદામાલની વિગત :-
વિદેશી દારૂના ૧૮૦ એમ.એલ.ના કવાટરીયા નંગ-૯૩૦ કિ.રૂ. ૧,૬૩,૨૦૦/-
બલેનો ગાડી કિ.રૂ. ૫,૦૦,૦૦૦/-
કુલ કિ.રૂ. ૬,૬૩,૨૦૦/-
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
- અભય વેલા બઢીયા
(૧) લાકડીયા પો.સ્ટે. ગુ.૨.નં. ૦૧૬૯/૨૨ પ્રોહી.૬. ૬૫એ,ઇ,૧૧૬બી વિ.
(૨) દુધઈ પો.સ્ટે. ગુ.૨.ન.૦૧૭૪/૨૩ પ્રોહી.ડ.૬પએ,ઇ,૧૧૬બી વિ.
(3) સામખીયાળી પો.સ્ટે. ગુ.૨.નં.૦૨૬૨/૨૩ પ્રોહી.૬.૬૫એ,ઇ,૧૧૬બી વિ.
(૪) ભચાઉ પો.સ્ટે.ગુ.૨.નં. ૦૧૨૧/૨૫ પ્રોહી.ડ.૬૫એ,ઇ,૧૧૬બી વિ.
(૫) ભચાઉ પો.સ્ટે.ગુ.ર.નં. ૦૪૬૯/ ૨૫ પ્રોહી.ક.૬૫એ,ઇ,૧૧૬બી વિ.
(૬) સામખીયાળી પો.સ્ટે. ગુ.૨.નં.૦૩૯૦/૨૫ જી.પી.એડટ ૧૩૫
આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર જે.એમ.વાળા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.