નખત્રાણાના બાંડિયારામાં સ્ટોન ક્રશરની ટોપલીમાં પડી જતાં 25 વર્ષીય યુવાનનું મોત

નખત્રાણાના બાંડિયારામાં સ્ટોન ક્રશરની ટોપલીમાં પડી જતાં 25 વર્ષીય યુવાન સહદેવ કિરણ બારિયાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, મળતી માહિતી અનુસાર નખત્રાણા તાલુકાના બાંડિયારામાં આવેલા જોગમાયા સ્ટોન ક્રશર ખાતે આજે સવારે કામ કરી રહેલો ગામનો 25 વર્ષીય યુવાન સહદેવ કિરણ યુવાન બારિયા સ્ટોન ક્રસરની ટોપલીમાં પડી જતાં તેને માથાંમાં ગંભીર ઈજા પહોંચતાં ઘટના સ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો નોંધી આગળની તજવીજ આદરી છે.