લો.. બોલો..  આદિપુરના વોર્ડ-ફોર એ.એફ. વિસ્તારમાં ત્રણ મતદાર જીવિત હોવા છતાંય મૃત જાહેર કરાયા

 આદિપુરના વોર્ડ-ફોર એ.એફ. વિસ્તારમાં ત્રણ મતદાર જીવિત હોવા છતાંય મૃત જાહેર કરી   દેવાયા હોવા મામલે ફોજદારી  ફરિયાદ દાખલ કરવા પોલીસમાં અરજી કરાઈ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અરજદાર વિશાલ મોહનભાઈ સોલંકીએ ત્રણ જણ સામે નામજોગ કરાયેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે  મતદારયાદીમાં નામ છે કે નહીં તે ચકાસવા ગયા તો નામ યાદીમાં ન હોવાનું જાણવા મળ્યું હતું. આ સંબંધી પંચકામ અને રોજકામ મેળવાયું હતું, જે વર્ષ 2025માં કરાયું હતું. તેમાં અરજદાર ઉપરાંત તેમના માતા અને તેમના ભાઈ હયાત હોવા છતાંય મૃતક બતાવ્યા હોવાનું માલૂમ પડયું  હતું. ત્રણ શખ્સે કાવતરું રચીને  મતદાન ન કરી શકીએ તેવું કૃત્ય કર્યું હોવાનું જણાવી ફોજદારી દાખલ કરાઇ હોવાનું સામે આવી રહ્યું છે