અબડાસા તાલુકાની મોથાળા ચેકપોસ્ટ પાસે બે ગાડી વચ્ચે અકસ્માત સર્જાતાં મુંબઇના એક પરિવારના પાંચ સભ્યો ઘાયલ

png-clipart-traffic-collision-aviation-accidents-and-incidents-car-single-vehicle-accident-accident-angle-driving

copy image

copy image

ગઇકાલે રાતે અબડાસા તાલુકાની મોથાળા ચેકપોસ્ટ પાસે બે ગાડી વચ્ચે અકસ્માત સર્જાતાં મુંબઇના એક પરિવારના પાંચ સભ્યો ઘાયલ થયા હતા. સતાવર માહિતી અનુસાર મુંબઇનો પરિવાર પોતાની ગાડી લઇને જતો હતો, ત્યારે મોથાળા ચેકપોસ્ટ પાસે આગળ જતી ગાડીએ યુ ટર્ન મારતાં બે ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં પાંચે લોકોને ને માથા, હાથ-પગ અને છાતીના ભાગે ઓછી-વત્તી ઇજા થતાં તમામને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં જાહેર થઇ હતી.