અબડાસા તાલુકાના ચરોપડીમાં 16 વર્ષીય કિશોરનું ઝેરી પીણું પીવાના લીધે મૃત્યુ

copy image

copy image

અબડાસા તાલુકાના ચરોપડીમાં 16 વર્ષીય કિશોરનું ઝેરી પીણું પીવાના લીધે મૃત્યુ થયું હતું. આ અંગે વાયોર પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર ચરોપડીમાં રહેતો નીરાહુકુમાર છેલ્લા બે દિવસથી ઝેરી પીણું પીતો હતો. બપોરે જમીને તે ઘરે સૂઇ ગયો હતો. બાદ તેને દોઢેક કલાક સુધી જગાડવા છતાં જાગ્યો ના હોતા તેને સારવાર અર્થે નલિયાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. પોલીસે અકસ્માત મોતનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.