હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા પાકિસ્તાનની હાલત કફોડી !
copy image

પાકિસ્તાન હાલમાં અત્યંત ગંભીર ઊર્જા સંકટનો સામનો કરી રહ્યું છે, જેના કારણે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે.મળતી માહિતી અનુસાર પાકિસ્તાન સરકારના બતાવ્યા અનુસાર, દેશમાં ક્રૂડ ઓઇલનો સ્ટોક માત્ર 5થી 7 દિવસ ચાલે તેટલો જ છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે દેશ પાસે પેટ્રોલનો એક દિવસનો પણ રિઝર્વ સ્ટોક નથી, જ્યારે ડીઝલનો જથ્થો 26-28 દિવસ અને LPGનો સ્ટોક માત્ર 15 દિવસ ચાલે એટલો જ છે. આ સંકટના પગલે પાકિસ્તાન એરલાઇન્સ માટે ઇંધણની અછતની ચેતવણી જારી કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે.આ સંકટનું મુખ્ય કારણ મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચેની પરિસ્થિતિ છે. ઈરાને વ્યાપારી જહાજો માટે હોર્મુઝ સ્ટ્રેટનો દરિયાઈ માર્ગ લગભગ બંધ કરી દીધો છે, જ્યાંથી દુનિયાનું 20% ક્રૂડ ઓઇલ પસાર થાય છે. પાકિસ્તાન પોતાની ઊર્જા જરૂરિયાતો માટે મુખ્યત્વે સાઉદી અરેબિયા અને કુવૈત જેવા ખાડી દેશો પર નિર્ભર હોવાથી સપ્લાય અટકી ગયું છે. વધતા જોખમને કારણે ઓઇલ લાવતા જહાજોના વીમાના દરો પણ 30,000 ડૉલરથી વધીને 4,00,000 ડૉલર સુધી પહોંચી ગયા છે, જેના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા છે.