પાકિસ્તાની સેનાએ સોમવારે  અફઘાનિસ્તાનના કુનાર પ્રાંત પર અચાનક મિસાઈલ અને મોર્ટાર વડે હુમલો

copy image

copy image

પાકિસ્તાની સેનાએ સોમવારે  અફઘાનિસ્તાનના કુનાર પ્રાંત પર અચાનક મિસાઈલ અને મોર્ટાર વડે હુમલો કરતા ગંભીર સ્થિતિ સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર અફઘાનિસ્તાનના દાવા મુજબ, આ હુમલામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત માર્યા ગયા , જ્યારે 85થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અફઘાન સત્તાવાળાઓના બતાવ્યા મુજબ ,પાકિસ્તાની સેનાએ કુનાર પ્રાંતના અસદાબાદ શહેરમાં રહેણાંક મકાનો અને સૈયદ જમાલુદ્દીન અફઘાની યુનિવર્સિટીને નિશાન બનાવી હતી.ઈજાગ્રસ્ત થયેલા 85 લોકોમાં મહિલાઓ, માસૂમ બાળકો, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોનો સમાવેશ થાય છે. રહેણાંક મકાનોમાં મિસાઈલો પડવાને કારણે મોટી માત્રામાં માલ-મિલકતને નુકસાન પહોંચ્યું છે અને સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો  છે.