ભુજ શહેરના મુંદરા રોડ પર સોમવારે અડધી રાત્રે ચાની દુકાનના શટરનું તાળું તોડી રોકડા રૂા. 11,200 સહિત સિગારેટની ચોરી

copy image

copy image

ભુજ શહેરના મુંદરા રોડ પર સોમવારે અડધી રાત્રે ચાની દુકાનના શટરનું તાળું તોડી રોકડા રૂા. 11,200 સહિત સિગારેટના પેકેટસ એમ કુલ્લે રૂા. 14,320ની થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ હતી. મળતી માહિતી અનુસાર સીસી ટીવી કેમેરામાં ચોરીનો બનાવ કેદ થયો હતો. પોલીસે શખ્સને રાઉન્ડઅપ કરી આ ચોરી ભેદ હાથવેંતમાં હોવાનું સામે આવ્યું છે. આ ચોરી અંગે ગઇકાલે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ત્રણ ભાઇઓ ભાગીદારમાં મુંદરા રોડ પર સિલ્વર સિટી સોસાયટીના ગેટ પાસે જય ગોગા ટી પોઇન્ટ નામની ચાની કેબીન તથા તમાકુ ગુટખાની દુકાન ચલાવે છે. 27-4ના અડધી રાત્રે બે વાગ્યે દુકાન બંધ કર્યા બાદ સવારે દુકાને જતા શટરનું તાળું તૂટેલું હતું. દુકાનના ટેબલના ખાનામાંથી વકરાના રૂા. 11,200 તથા સિગારેટના આઠ પેકેટ કિ. રૂા. 3,120ના મુદ્દામાલની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો છે.