કૈલાશ માનસરોવર યાત્રાના રૂટ પર નેપાળે ભારત અને ચીન સામે નોંધાવ્યો વિરોધ

copy image

copy image

નેપાળે લિપુલેખ પાસથી કૈલાશ માનસરોવર યાત્રા શરૂ કરવા બદલ ભારત અને ચીન સામે વિવાદ  ઊભો થયો છે. નેપાળે આ વિસ્તારને પોતાનો ગણાવતા 1816ની સુગૌલી સંધિનો અહવાલો આપ્યો છે. મળતી માહિતી અનુસાર ભારતે આ દાવાઓને ફગાવી દીધા છે અને કહ્યું છે કે 1954થી આ એક પરંપરાગત માર્ગ રહ્યો છે.નેપાળ સરકારે 3 મે 2026ના રોજ ભારત અને ચીનને રાજદ્વારી નોંધ મોકલીને લિપુલેખ પાસથી કૈલાશ માનસરોવર યાત્રા શરૂ કરવા સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. નેપાળનું કહેવું છે કે આ વિસ્તાર તેનો સાર્વભૌમ પ્રદેશ છે. 1816ની સુગૌલી સંધિ મુજબ લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાણી તેના ભાગ છે. નેપાળે જણાવ્યું કે તેની સહમતિ વિના આ માર્ગનો ઉપયોગ ન કરવો જોઈએ.વધુમાં નેપાળના વિદેશ મંત્રાલયે નિવેદન જારી કરીને બતાવ્યું હતું કે ભારત અને ચીને યાત્રાનો માર્ગ નક્કી કરતી વખતે નેપાળની કોઈ સલાહ લીધી નથી. નેપાળે દાવો કર્યો હતો કે મહાકાલી નદીની પૂર્વમાં આવેલો આ આખો વિસ્તાર તેનો છે. નેપાળ સરકારે બંને દેશોને લેખિતમાં પોતાનો વિરોધ નોંધાવ્યો છે. નવા વડાપ્રધાન બાલેન શાહના કાર્યકાળની શરૂઆતમાં આ મુદ્દો તેમની સામે એક મોટી કસોટી બની ગયો છે.ભારત પાસે મજબૂત ઐતિહાસિક પુરાવા છે. લિપુલેખ પાસ 1954થી જ કૈલાશ માનસરોવર યાત્રાનો પરંપરાગત માર્ગ રહ્યો છે. બ્રિટિશ કાળથી જ આ વિસ્તાર ભારતીય પ્રશાસન હેઠળ રહ્યો છે. 1962ના ભારત-ચીન યુદ્ધ પછી ભારતે અહીં પોતાની હાજરી મજબૂત કરી હતી. ભારતે કહ્યું છે કે નેપાળના દાવાઓ ઐતિહાસિક તથ્યો અને પુરાવાઓ પર આધારિત નથી.