રાપરમાં સામાન્ય બાબતે પાંચ શખ્સે બે જણા ઉપર હુમલો કર્યો
copy image

રાપરમાં સામાન્ય બાબતે ગેરકાયદેસર મંડળી રચી આવેલા પાંચ આરોપીઓએ યુવાન સહિત બે જણ ઉપર હુમલો કર્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ સુખડધાર વિસ્તારમાં ગત તા.11/8 ના બપોરે 3 વાગ્યાના અરસામાં બનેલા બનાવ અંગે ફરિયાદીએ આરોપી પાંચ વિરુધ્ધ ગુન્હો નોંધાવ્યો હતો.પોલીસસુત્રોએ વિગતો આપતા કહ્યું હતુ કે ટેકટર સાથે જોડેલ મિક્ષર પલ્ટી મારવાના મુદે આ બબાલ થઈ હતી. ગેરકાયદેસર રીતે મંડળી રચી આવેલા આરોપીઓએ ફરીયાદીને જાત અપમાનિત કરી ધુકબુશટનો માર માર્યો હતો.તેમજ ફરીયાદીને બચાવ વચ્ચે પડેલા મહિલાના આરોપીઓઁએ વસ્ત્રો ફાડી નાખ્યા હતા, તહોમતદારોએ છરી બતાવીને જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાનુ ફરીયાદમાં વર્ણવામાં આવ્યુ છે. આ અંગેની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.