મોટા ભાડરા પાસેના સોલાર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટમાં કિં. રૂા. 10.80લાખના માલની ચોરી
copy image

લખપત તાલુકાના મોટા ભાડરા પાસેના સોલાર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટમાં આવેલી એમ પોસ્ટ પાસેથી 216 સોલાર મોડયુલ પેનલ કિં. રૂા. 10,80,000ની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ છે. દયાપર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર મોટા ભાડરાની સીમ વિસ્તારમાં આવેલા એસ.જે.વી.એન. ગ્રીન એનર્જી લિમિટેડ 260 એમ.ડબલ્યુ. સોલાર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટમાં આવેલા એમ પોસ્ટ પાસે રાખવામાં આવેલા છ બોક્સમાં સોલાર મોડયુલની 216 પેનલ જેની કિં. રૂા. 10,80,000 હતી. ગત તા. 1/5થી 6/6 દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમ આ મુદ્દામાલની ચોરી કરી લઇ ગયા હતા. આ ચોરી અંગે દયાપર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.