જૂના કટારિયા ગામમાં પશુઓ રાખવાના વાડામાં ગાંજાનું વેંચાણ કરતા શખ્સ ઝડપાયો
COPY IMAGE

ભચાઉ તાલુકાના જૂના કટારિયા ગામમાં પશુઓ રાખવાના વાડામાં ગાંજાનું વેંચાણ કરતા શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો. આ શખ્સ પાસેથી રૂા.1,62,550નો માદક પદાર્થ જપ્ત કરાયો હતો. પરંતું માલ ક્યાંથી આવ્યો તે હજુ બહાર આવ્યું નથી. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર જુના કટારિયામાં રેલ્વે કોલોની પાછળ આવેલા પશુ બાંધવાના વાડામાં એક શખ્સ વાડામાં માદક પદાર્થ રાખી તેનું વેંચાણ કરાતો હોવાની પૂર્વ અને સચોટ બાતમીના આધારે સ્થાનિક લાકડિયરા પોલીસે કાર્યવાહી કરી હતી. વાડામાં બેઠેલા આ શખ્સને પકડી પાડી તેને સાથે રાખી વાડાની તપાસ કરતા વાડામાં બાંધેલા છાપરામાં કાંટાળી વાડ અને સુકા ઘાસચારાની આડમાં છુપાવેલ એક મોટી થેલી મળી આવી હતી તેને ખોલતાં તેમાંથી બે અન્ય થેલી નીકળી હતી જેને ખોલતાં તેમાંથી લીલાશ પડતા રંગના વનસ્પતિજન્ય સૂકા પાંદડા, દાણા, ઝીણી ડાળખીઓ જેવો પદાર્થ મળ્યો હતો આ ગાંજો હોવાનું શખ્સે કહ્યું હતું. આ શખ્સ પાસેથી પોલીસે રૂા.1,62,500નો 3.25 કિલો ગાંજો જપ્ત કર્યો હતો. બનાવની આગળની તાપસ પોલીસે હાથ ધરી છે