પીએમ મોદીનું અબુ ધાબીના ભવ્ય સ્વાગત ,UAE સાથે થયા ઐતિહાસિક કરાર

copy image

copy image

પીએમ મોદી શુક્રવાર, 15 મેના રોજ તેમની પાંચ દેશોની વિદેશ યાત્રાના પ્રથમ તબક્કે અબુ ધાબી પહોંચ્યા છે. પીએમ મોદીનું વિમાનના યુનાઇટેડ આરબ એમિરેટ્સ ના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતા જ ત્યાંના F-16 લડાયક વિમાનોએ તેમને એસ્કોર્ટ કરી ભવ્ય સ્વાગત કર્યું હતું.મળતી મહિતી અનુસાર એરપોર્ટ પર ઉતરતા જ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું અને તેમને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું હતું. ભારત અને UAE વચ્ચે મજબૂત કૂટનીતિક અને સુરક્ષા સંબંધો :પીએમ મોદીએ યુએઈના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ બેઠક દરમિયાન તેમણે તાજેતરમાં યુએઈ પર થયેલા હુમલાઓની સખત નિંદા કરી હતી અને ખાતરી આપી હતી કે ભારત હંમેશા યુએઈની સુરક્ષા માટે તેની પડખે ઉભું રહેશે. ખાસ કરીને વેપાર અને ઊર્જાના પુરવઠાને કોઈ નુકસાન ન થાય તે માટે તેમણે હોર્મુઝ સ્ટ્રેટને વહેલી તકે કાર્યરત કરવા પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ મુશ્કેલ સમયમાં ત્યાં વસતા લાખો ભારતીયોની સુરક્ષા અને પરિવારની જેમ કાળજી લેવા બદલ રોયલ ફેમિલીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો, જે બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધો અને નવી વ્યૂહનીતિને દર્શાવે છે.વધુમાં

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર રાષ્ટ્રપતિ નાહયાન સાથેની તસવીર શેર કરી તેમને ‘ભાઈ’ કહીને સંબોધ્યા હતા અને ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, યુએઈ ભારતનો ત્રીજો સૌથી મોટો વેપાર ભાગીદાર છે અને ત્યાં 45 લાખથી વધુ ભારતીયો વસે છે.