કાળાડુંગર ખાતે પ્રાકૃતિક શિક્ષણ શિબિર માટે અરજી કરવા જોગ
રસ ધરાવતી શાળા/કોલેજ પાસે રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રીની કચેરી દ્વારા કચ્છ રણ અભ્યારણ્યના
કાળોડુંગર ખાતે માહે- ૧૨/૨૦૨૬ થી તા.૩૧/૦૧/૨૦૨૭ દરમિયાન બે દિવસીય(એક રાત્રી)પ્રાકૃતિક શિક્ષિણ
શિબિરમાં ભાગ લેવા માટે અરજી આમંત્રિત કરવામાં આવે છે. પ્રાકૃતિક શિક્ષણ શિબિરના તારીખવાર આયોજન
બાબતે શાળાઓના સંપૂર્ણ રજિસ્ટ્રેશન થયાં બાદ જાણ કરવામાં આવશે. જેમાં ધો.૮થી કોલેજ સુધી અભ્યાસ
કરતા વિદ્યાર્થીઓને વહેલા તે પહેલાના ધોરણે લાભ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રસ
ધરાવતી સ્કૂલ/સંસ્થાઓને સરનામું- રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રીની કચેરી, ભુજ ઉત્તર રેન્જ, ઘાસવંડી ફોરેસ્ટ
કોલોની, લોહાણા મહાજનવાડીની બાજુમાં, ભુજ-કચ્છ, મો.૯૦૧૬૬૧૯૭૦૬, ૮૧૨૮૧૨૨૮૨૪, અરજી કરવા રેન્જ
ફોરેસ્ટ ઓફીસર ભુજ, ઉત્તર રેન્જની અખબાર યાદીમાં જણાવાયું છે.