કોપરના વાયર ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ.

જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સુચના મુજબ એ.એસ.આઇ. વિકેશભાઇ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ લાખાભાઇ રબારી તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઇ ખટાણા તથા વિરમભાઇ ગઢવીનાઓ અબડાસા તાલુકા વિસ્તારમાં આધુનીક કિટ સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફરતા-ફરતા સિંધોડી મોટી ગામના બસ સ્ટેશન પાસે પહોચતા વિકેશભાઇ રાઠવા તથા અનિલભાઇ ખટાણાનાઓને સંયુક્ત અને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ભીખુભા કરસનજી જાડેજા રહે.વાંકુ તા.અબડાસા વાળો તથા તેના અન્ય ત્રણ-ચાર સાગરીતો સાથે મળી આજથી અંદાજીત પંદરેક દિવસ પહેલા સિંધોડી મોટી ગામના સીમ વિસ્તારમા આવેલ સુઝલોન કંપનીની પવનચક્કી નં.-VOO4 માથી કોપર કેબલની ચોરી કરેલ હતી અને ચોરી કરીને કોપર કેબલ સીમમા સંતાડી દીધેલ હતો જે કોપર કેબલ આજે આસીફ સીધીક કુંભાર રહે-કોઠારા તા-અબડાસા વાળો તેની છોટાહાથી છકડા વડે આ ચોરીનો કોપર કેબલ લેવા માટે આવેલ છે.” તેવી સચોટ અને ભરોસાપાત્ર બાતમી હકીકત મળેલ. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા એક છોટા હાથી પડેલ હોય અને ત્રણ માણસો કાઇક હરકત કરતા હોય જેમાથી એક ઇસમ અમો પોલીસ સ્ટાફના માણસોને જોઇ સીમમા ભાગી ગયેલ અને બીજા બે માણસોને અમો પોલીસે પકડી પાડેલ ત્યારબાદ મજકુર ઇસમો પાસે રહેલ સામાન બાબતે કોઇ આધાર પુરાવા કે બીલ બાબતે પુછતા નહી હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ- ૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.